ખેરગામના આજુબાજુના વિસ્તારની આંબાવાડીઓમાં જોવા મળતી કેરીની અલગ અલગ જાતો.

કેરી ભારત દેશનું રાષ્ટ્રીય ફળ છે. આ ફળ ભારતના દરેક રાજ્યોમાં જોવા મળે છે. આ ફળ આંબાના ઝાડ પર થાય છે. આ ફળ કાચું હોય ત્યારે સ્વાદમાં ખાટું લાગે છે, જ્યારે બરાબર પાકી જાય ત્યારે મધુર લાગે છે. આ ફળ ચૂસીને, કાપીને અથવા તેનો રસ કાઢીને ખાઈ શકાય છે. કેરીમાંથી જાતજાતના અથાણાં‌ તથા મુરબ્બો બંને છે.કાચી તેમજ પાકી કેરીમાંથી ચોકલેટ પણ બને છે. કેરીના રસનો ઉપયોગ ઠંડા પીણાં, આઈસ્ક્રીમ, શ્રીખંડ, મઠો, લસ્સી, જ્યુસ, મિલ્ક શેક, વગેરેમાં થાય છે. કેરીના બીજને 'ગોટલો' કહે છે. તે દ્વિદળી બીજ છે. તેનો ઉપયોગ ઔષધી તરીકે થાય છે. તેને શેકીને નાનાં નાનાં ટુકડા કરી મુખવાસ તરીકે ખવાય છે. કેરીનાં ગોટલા પરથી હિન્દીમાં आम के आम गुटली के दाम  કહેવત પણ બની છે.
કેરી ખાવામાં ઉત્તમ હોય તો તે 'દેશી કેરી' છે.તેનો રસ પચવામાં હલકો હોય છે. દેશી કેરી ઘણા પ્રકારની હોય છે. વિસ્તાર પ્રમાણે તેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે.
     આજનાં વર્તમાન સમયમાં કુદરત પણ ખેડૂતોને સાથ આપતો નથી! ખરાબ હવામાનને કારણે કેરીનું ઉત્પાદન ઓછું થતું જાય છે. કેરીનાં સારા ઉત્પાદન માટે ખેડૂતોએ દવા પાછળ સારો એવો ખર્ચ કરવો પડે છે. 


ખેરગામ કેરી માર્કેટ દક્ષિણ ગુજરાતનું મહત્વનું માર્કેટ યાર્ડ ગણાય છે. આ માર્કેટમાંથી દેશના અલગ અલગ રાજ્યોમાં નિકાસ કરવામાં આવે છે.

ખેરગામ તાલુકાના આજુબાજુ વિસ્તારની વાડીઓમાં નીચેના પ્રકારની કેરીઓ જોવા મળે છે. 



                           કેસર કેરી






હાફૂસ કેરી 




લંગડો કેરી

રાજાપૂરી
તોતાપૂરી
દશેરી
પાયરી
સરદાર
નીલમ
આમ્રપાલી
બેગમપલ્લી
વનરાજ
નિલ્ફાન્સો
જમાદાર
મલ્લિકા
દાડમ 
 બદામી
દાડમીયો

Post a Comment

0 Comments